જિંદગી

http://connectus.org.au/wp-content/uploads/2010/11/Sad-girl-depression3.jpg

સોનેટ
(હરિગીત છંદ)

શું શું નથી માંગ્યું અમે થઈને વિનીત તારી કને?
પણ હાથતાળી તેં દીધી, નિજ માયાને વિસ્તારીને
ને ઝાંઝવાંનાં જળ સમા રંગે મઢ્યા સ્વપ્નો દીધાં
હાંફી હરણ શા દોડીને ડૂકી ગયા, ફાળો ભરી

આભાસતું જે હસ્તમાં. તે સુખ રહ્યું, દૂર ભાગતું
પણ આશ કેરો તાંતણો ના છોડવાને મન ચાહે
આંખો ઉપર ધરી ડાબલા અકરાળમાં ઘૂમતા રહ્યાં
તન કોડીયે જ્યાં લગ બચ્યું દમ તેલ, ધાણી-બેલ શા

વીંટળાવી સૂતરગાંઠ થી સંબંધનાં જાળાં રચ્યા
તે તે બધાં અળગાં થયાં, આખર સમે ના સંગ રહ્યાં
ખાલી હથેળી આવીયાં ને જાવું ખાલી હાથ લૈ
ખંખેરી ને માયા તણા રજકણ જે દમબળ ઘેરિયાં

આ દોડને કેવૂં રૂપાળૂં નામ જીવન આપિયું
ખડકાળ ભૂમિ ખોદતાં રે શ્વાસનું ધન વેડફી..

Leave a Reply