રાઇઝ ઓફ અર્થ-

earth-rise.jpg
Picture courtsey : NASA- USA
પદ્મશ્રી ડો કુમારપાળ દેસાઇને ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક્માં ડો કમલેશ લુલ્લાએ નાસાનું આ અલૌકિક ચિત્ર ભેટ આપ્યુ ત્યારે તે ચિત્ર જોઇ ત્યાં હાજર રહેલ પ્રો. સુમન અજ્મેરીને સ્ફુરેલી અછંદાસ કૃતિ અત્રે રજુ થાય છે

સનરાઇઝ
એટલે કે સૂર્યોદયને
સૂર્યનાં ઉદયને
નાણ્યો અને માણ્યો હશે
અનેક્ધા જીવનમાં, આપે.
આયોજનબધ્ધ રીતે
વા અણધાર્યો અનેક વાર
વાદળ છાયા રંગોની
છટામાંથી રતુમડી ઝાંય ધરી
નીલ, ભૂરી ને પીતવરણી
આભાની મેળવણીથી ઓપતા
રંગ નાના થકી
ક્ષિતિજનાં આભાની પૃષ્ઠભૂમાં
ઉદિત થતા સૂર્યને
પણ નિહાળ્યો હશે આપેક્યારેક મૃદુ મૃદુ મુસ્કાતી
તો ક્યારેક-
શરમ શેરડે ખરડાતી
આંખ આંજી દેતી આભા સૂરજની
કેટ કેટલા રૂપો એનાં
નિર નિરાળાં નિરાળાં
વધાવ્ય તમે
લહાવો ગણી જીવનનો?ને નિજ શીત
નયન ઠારતા કિરણોની
રચીને રૂપેરી માયા જાળ
સૌમ્ય રૂપેરી
ચંદ્રનાં ઉદયને
પણ અનેકદા
માણ્યો હશે મનહર્
મનભર તમે!જાણે સુધા-સાર વરસાવતું
ચાંદા પોળીનું વૃત્ત બની
નીલ નીલ
નભસરની મધ્યમાં
રજત નિજ સૌમ્યતા પ્રસારતું
અગ જગ પર ચંદ્ર બિંબપણ રાઇઝ ઓફ અર્થ
અર્થનાં અર્થાંત
ધરિત્રીનાં ઉદયની વાત
સાંભળી છે તમે કદાપી?મિત્ર છે એક :
નામ કમલેશ્વર
મૂળ વડોદરાનાં વાસી
અમેરિકા આવી છાઇ ગયા
નિજ સાધના થી વિશ્વ પર,
નાસા” અવકાશ કેન્દ્રનાં
તાલિમાધીકારી સર્વોચ્ચ બનીતે લાવ્યાતા ચિત્ર એક
ઉદિત થતી ધરિત્રીનું
ચંદ્રની ધરા પરથી
ન સાંભળી, સુણી
ન જાણી હોય કદાપિ
તેવી પરિકલ્પના
અવનવી..શું ભવ્ય હતુ એ રુપસિનું
અદ્દલ્ સૂર્ય સમુ
ગોળ ગોળ બિંબ
ઘેરા ભુરા અંધકારે
વાદળીયા ભુરા
રંગ વૈવિધ્યનાં પરિમાણ સર્જતો
ચંદ્રની ધરા પરથી
ચંદ્ર કે સૂર્યના ઉદય શો
આભાસ ઉપજાવતો
ઉદય અર્થનોપ્રથમ ઉઘડતી આભા
કમલિની લોલ શી
જાણે સવારીની
બજી રહી હો શરણાઇ મધુરી,
ને પછી_
નરઘાં, તબલાં ઢોલક,
ઢોલ નગારાં
ને પડ્ઘમ શાં વાજાં
ને એ ભુમિકા મહીં
તીવ્ર રેખા રૂપે વિદ્યુતા-શી,
પછી બીજ-શી
નભચારિણી સામ્રાજ્ઞીની
રૂપચ્છટા અનેરી
આભ ચદ્રની સંધી રેખા પરે
ધીરે ધીરે ઉપસી-વિકસી રહી,અર્ધવર્તુળ શી એ લીલ
શનૈ: શનૈ: ગરિમા ધરતી
હળવે હળવે પગલે
ગૌરવ અને શાન થી
પૂર્ણતાનો તાલબધ્ધ લય સાધીને
નિજ આકારને વિસ્તારી રહી-લાગતું જાણે-
વિષ્ણુની અંગુલી પર
ચકરાતું સુદર્શન ચક્ર
મહાતેજ છાયું
ફરતું ગોળ ગોળ
અકાશની અટારી મધ્ય
નિજ લીલાનાં
રુપ ગેબી પ્રસારી રહ્યુંચંદ્ર આમ તો
ધરા થી સાવ નાનો
ઉપગ્રહ એ ધરાનો-
વડીલની આંગળી ઝાલી
ટગુમગુ ચાલતા બાળ શો
જો હો ખડા
ધરાની સપાટી પર
તો નિજ વિસ્તારનો અભિધાનો
આકાર ઉપસાવતી છટા
મદભર ચંદ્રની!ને તે પર થી
ઉદિત થતી ધરા
લાગે સાવ નાનકી આઘેથી.
જાણે-
કાંઇજ વજૂદ ન હો –
ચંદ્ર સામે ધરાનું.
આ બધો પ્રતાપ
દૂરીનો જ ને!
દ્રષ્ટિભ્રમની છ્દ્મજાળ
જેથી અંજાયેલી નજર
વાસ્તવનો અતો-પતો
મેળવવામાં થાપ ખાતી
ખોડંગાઇ- અટવાઇ
અદડાઇ રહી.અકળ છે લીલા પ્રકૃતિની
ધરે જે
સમય સ્થળનાં પરિમાણમાં
આભાઓ અવનવી
ને સ્થળ વિશેષ પરથી
એને નિહાળવા
આહલાદનું બને અવિભાજન અનેરું
બાકી-
ઉદય વિકાસ અને અસ્ત,
ક્રમ એ કુદરતનાં
અનાદિ આદિ કાળથી
વહ્યા કરે સતત એક ધારા
થળ અને કાળને અનુરુપ થતા થતા બહુ ભાવવહી ભાષામાં એમણે જ્યારે સાહિત્ય સરિતાની બેઠકમાં જ્યારે આ કાવ્યનું વાંચન કર્યુ હતુ ત્યારે સર્વે શ્રોતા જનો મુગ્ધભાવથી તેમની કૃતિ અને તેમને સાંભળતા હતા. પ્રો, સુમન અજમેરી જ્યારે જ્યારે પણ તેમની કૃતિ રજુ કરે ત્યારે શ્રોતામાં બે વિભાગ તરત પડી જાય. એક વિભાગ તેમના ઉચ્ચ શબ્દો અને વાણી વૈભવને માણતો હોય તો બીજો વિભાગ એમ વિચારતો હોય કે આ ભાષા ગુજરાતી છે કે સંસ્કૃત? પણ આ કાવ્ય પઠન વખતે જે શ્રી અતુલ કોઠારીને ત્યાં થયુ હતુ ત્યારે બંને વર્ગ તેમને અહોભાવ થી સાંભળી રહ્યા હતા. પ્રો. સુમન અજમેરીની સાહિત્ય યાત્રા અગિયાર વર્ષની ઉંમરથી શરુ થઇ અને પંચોતેર વર્ષની ઉંમરે આજે પણ તે અવિરત છે. વાર્તા, નિબંધ,રેખા ચીત્રો, એકાંકી નાટકો,રેડીયો રૂપકો,નૃત્ય નાટીકા, ગીતો, છંદોબધ્ધ અને અછંદાસ કાવ્યો, ગીતો અને ગઝલો દરેક્માં તેમની કલમ એક સફળ કલમકારની જેમ ચાલી છે. તેમની કૃતિઓ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલીયા, ગ્રેટ બ્રીટન,અમેરીકા અને કેનેડામાં પુસ્તક, કોલમ અને ઓડીયો કેસેટ સ્વરુપે પ્રસિધ્ધ થયેલી છે.

Leave a Reply